GSSSB Bin Sachivalay Clerk Results 2017 Office Assistant Merit List Cut Off Result Click Here
(૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના ઓફીસ આસીસ્ટંટ અને બિનસચિવાલય કારકુન, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ૮૩/૨૦૧૬૧૭ અન્વયે તા.૧૬/૧૦/૨૦૧૬ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ તથા તા.૦૩/૦૧/૨૦૧૭ થી ૧ર/૦૧/૨૦૧૭ સુધી યોજવામાં આવેલ કમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તેવા ઉમેદવારોની યાદી માટે ANNEXURE-1 અહી ક્લીક કરો. |
આ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટેના સ્થળ અને તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.
(ર)કમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં કવોલીફાય થયેલા પરંતુ પ્રમાણપત્ર ચકાસણી માટે નહીં બોલાવેલ ઉમેદવારોની યાદી ANNEXURE-2 અહી ક્લીક કરો. | |
(૩) કમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં કવોલીફાય નહીં થયેલા ઉમેદવારોની યાદી ANNEXURE-3 માટે અહીં કલીક કરો |
પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂંક માટેનો કોઇ હકક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત ૪૬૮૨ જગ્યાઓ સામે કુલ-૫૮૮૫ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. પ્રમાણપત્રોની ચકાસણી બાદ મંડળ દ્વારાં મેરીટના ધોરણે કેટેગરીવાઇઝ કુલ-૫૮૮૫ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગ્યાના ૨૦ ટકા ઉમેદવારોની મેરીટના ધોરણે કેટેગરી વાઇઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોમાંથી ઉપલબ્ધ જગ્યા માટે પર્યાપ્ત લાયકી ઉમેદવારો સી.એ.નં. ૪૩૧૦-૪૩૧૧/૨૦૧૦ યુનિયન ઓફ ઇન્ડીયા વિરૂધ્ધ રમેશ રામ અને અન્યના કેસમાં નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાની અમલવારીના કારણે તેમજ ગેરહાજર રહેતાં તથા ગેરલાયક ઠરતાં ઉમેદવારોને કારણે વધુ ઉમેદવારો બોલાવેલ હોવા છતાં ઉપલબ્ધ નહિં થાય તો કવોલીફાય થયેલ પરંતુ ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે નહિ બોલાવેલ ઉમેદવારોની યાદીમાંથી મેરીટના ધોરણે જે તે કેટેગરીની જરૂરીયાત મુજબ વધારે ઉમેદવારો બોલાવવામાં આવશે અને તેઓની જે તે કેટેગરીની ખાલી જગ્યા ઉપર ફાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવશે અને ઉકત ચુકાદાની અમલવારીને કારણે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પસંદગી યાદી/ પ્રતિક્ષાયાદીમાંથી બહાર પણ નીકળી શકશે જે બાબતની ખાસ નોંધ લેવી.
વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટની SCA No.22003/2016 અન્વયે જનરલ કેટેગરીના એક ઉમેદવારનું આખરી પરિણામ નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન રહેશે.
No comments:
Post a Comment