કોઝિકોડ, 7 ઓગસ્ટ 2020 શુક્રવાર
દુબઇથી કેરળ આવી રહેલા એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (કારીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ વિમાન રન-વે પરથી લપસી પડ્યા બાદ ખીણમાં જઇને પડ્યું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વિમાન ઉડાવી રહેલો પાયલોટ માર્યો ગયો છે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (ડીજીસીએ) એ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યો છે.દુર્ઘટના બાદ રાહત અને બચાવ માટે ટીમો પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટના સ્થળે હાજર છે. માહિતી અનુસાર, આ ફ્લાઇટનો, ફ્લાઇટ નંબર IX1344 છે. વિમાને દુબઈથી સાંજે 4.45 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાનમાં 174 મુસાફરો અને બે પાઇલટ્સ સહિત કુલ 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ અકસ્માતમાં વિમાનના પાઇલટનું મોત નીપજ્યું છે.બે ભાગમાં તૂટી ગયું વિમાનમળતી માહિતી મુજબ સાંજે 7.41 વાગ્યે ઉતરતી વખતે વિમાન રનવે પરથી સરકી ગયું હતું અને ખીણમાં જઇને ખાબક્યું હતું. પાઇલટ સહિત 3 જણાનાં મોત થયાની હોવાની પુષ્ટિ થઇ છે. મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયું હતું, જેના કારણે વિમાન રનવેથી આગળ નીકળી ગયું હતું અને લગભગ 30 ફૂટ ઉડી ખાઈમાં પડી ગયું હતું. વિમાન ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું છે અને તેના બે ભાગ થઇ ગયા છે.
No comments:
Post a Comment